રાધનપુરના બંધવડના ખેતરમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક સામે પોસ્કો નો ગુનો નોંધાયો

રાધનપુરના બંધવડના ખેતરમાં સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક સામે પોસ્કો નો ગુનો નોંધાયો

રાધનપુર પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી; ગર્ભવતી બનેલી યુવતીએ અધૂરા માસે મૃત બાળકને જન્મ આપતા તેને શાતિધામ ખાતે અંતિમ વિધિ કરાઈ પોલીસે એફએસએલની મદદથી બાળકના મૃતદેહ ને બહાર કાઢી પૃથ્થકરણ માટે મોકલ્યું

રાધનપુર તાલુકાના બંધવડ ગામ નજીકના ખેતરોમાં કામ કરતા યુવક ને આજ ખેતરમાં કામ કરતી સગીરવય ની યુવતી વચ્ચે પ્રેમ સબંધ બંધાયા બાદ યુવક દ્રારા સગીર યુવતીની મરજી વિરુદ્ધ સંભોગ કરી યુવતી ને ગભૅવતી બનાવી હતી. તો ગભૅવતી બનેલ યુવતી ને સાત માસ થતાં પેટમાં દુખાવો ઉપડતાં તેણી એ સધળી હકીકત તેના પરિવારજનો ને કરતાં યુવતીની માતા એ તેણીને રાધનપુર ની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.  ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવતા યુવતી ગભૅવતી હોવાનું માલુમ પડતા આઠ માસે યુવતીએ સરકારી હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપતા બાળકની અંતિમ વિધિ શાતિધામ ખાતે કયૉ બાદ બનાવની જાણ યુવતી દ્રારા તેની મરજી વિરુદ્ધ કૃત્ય કરનાર યુવક સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે દુષ્કમૅ નો ગુનો નોંધી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે.

તો પોલીસ તપાસ દરમ્યાન યુવતી દ્વારા જન્મેલ મૃત બાળકને દાટી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં પોલીસે એફ.એસ.એલની મદદથી રાધનપુરના શાતિધામ ખાતે દાટેલા બાળકના મૃતદેહ ને બહાર કાઢી પંચનામું કરી મૃતદેહ ના પૃથક્કરણ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર પંથકમાં બનેલી આ ચકચારી ધટનાને પગલે સનસનાટી મચી જવા પામી છે. આ મામલે તપાસ કરી રહેલા પી.આઇ.એમ.કે.ચૌધરીએ આ ગુનાના આરોપી અશોક ભલાભાઈ ઠાકોર રહે. બંધવડ વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *