અમીરગઢ મામલતદાર કચેરી ખાતે NSUI ના પ્રદેશ મહામંત્રી ઈશ્વર ભાઈ ડામોર તેમજ કાર્યકરોએ અમીરગઢ મામલતદાર કચેરી પહોંચી મામલતદાર ને આધાર કાર્ડ મામલે ધારદાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. અમીરગઢ તાલુકામાં ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અંતગર્ત તમામ પ્રકારની સરકારી યોજનાઓનો સીધો ઘર આંગણે એક જ જગ્યાએ લાભ મળી રહે તે હેતુથી અલગ અલગ ગામોમાં તાલુકા કક્ષાના કેમ્પોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ લોકોએ આધાર કાર્ડ માટે નું કામ લઈ ને આવેલ હતા જેમકે આધાર કાર્ડ માં નામ સુધારવા અટક સુધારવવી તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા નંબર લિંક કરાવો અને નવાં આધાર કાર્ડ કઢાવવા વગેરે આધાર કાર્ડ ને લગતું કામ માટે આવેલ હતા પણ સમય તેમજ દિવસ બગાડી ને આધાર કાર્ડ નું કોઈ કામ થતું ન હોવાના કારણે લોકો નિરાશ થઈ ને ઘરે પાછા ફરવું પડ્યું હતું.
ત્યારે આ બાબતે NSUI ના પ્રદેશ મહામંત્રી ઈશ્વર ભાઈ ડામોર ને લોકોની રજૂઆત મળતા NSUI ના પ્રદેશ મહામંત્રી ઈશ્વર ભાઈ ડામોર સહિતના કાર્યકરો આધાર કાર્ડ મામલે રજુઆત કરવા અમીરગઢ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને મામલતદાર ને ફરીથી પંચાયત દીઠ આધાર કાર્ડને લગતી તમામ પ્રકારની કામગીરી માટે સેવાકીય કેમ્પ કરવા માટે ધારદાર રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

