ભાભર તાલુકાના આઈ. સી. ડી. એસ.ઘટકના તેતરવા સેજામાં સુપરવાઇઝર તરીકે સોનલબેન બારૈયા છેલ્લા 3 વર્ષથી ઉમદા ફરજ બજાવતા હતા.પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેઓની અચાનક બદલી વાવ મુકામે થતા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ભાભર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ભાભર તાલુકાના ચાર સેજામાં બે જ સુપરવાઈઝર છે. જેમાંથી એકની બદલી થતા આંગણવાડી બહેનો દ્વારા આવેદન પત્ર આપી બદલી અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી.

