પાટણના અધાર દરવાજા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

પાટણના અધાર દરવાજા નજીકથી ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

પાટણ શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થ રાખવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અધારા દરવાજા વિસ્તાર માંથી ૪૯૩, ૫ ગ્રામ ગાંજા સાથે આરોપી જયેશકુમાર ઉર્ફે લાલો શાંતિલાલ નાથાલાલ પરમાર (ઉંમર.36) નામના વ્યક્તિને તેના રહેણાંક ઘરેથી આ જથ્થા સાથે પકડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત રૂ. ૪૯૩૫ આંકવામાં આવી છે.

પાટણ એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ ૮ (C), ૨૨(a), ૨૦(b)(ii)(A) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *