પાટણ અને સિધ્ધપુર નજીકના ગામના વ્યક્તિને પણ અમેરિકાની સરકારે ડીપોટૅ કરતાં વતન પરત ફરવું પડ્યું

પાટણ અને સિધ્ધપુર નજીકના ગામના વ્યક્તિને પણ અમેરિકાની સરકારે ડીપોટૅ કરતાં વતન પરત ફરવું પડ્યું

હીરાના વ્યવસાયમાં મંદી આવતા ઘર વેચી એજન્ટ મારફતે રૂ. 50 લાખ નો ખચૅ કરી અમેરિકા ગયેલ પાટણ પંથકના ડીપોટૅ પરિવારને ટ્રમ્પ સરકારે ભારત પરત મોકલ્યા ટ્રમ્પ સરકાર દ્વારા અમેરિકામાં ગેરકાયદેસર ઘુસેલા ભારતીયોને વિમાન મારફતે ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે.ત્યારે ગુજરાતના 30 થી વધુ લોકો હોવાની વિગતો સામે આવી છે જેમાં પાટણ જિલ્લાના પણ 5 લોકોનો સમાવેશ હોય જે 5 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યાં છે. અમેરિકા થી પરત મોકલવામાં આવેલ પાટણ નજીકના ગામના એક જ પરિવાર ના 4 સભ્યો અને સિધ્ધપુર તાલુકાના એક ગામના 1 સભ્ય નો સમાવેશ હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે પાટણ નજીકના ગામના એક જ પરિવારના અમેરિકા થી પરત ફરી રહેલ પરિવારના માતા- પિતા ને રૂબરૂ મળી સધળી હકીકત જાણવાનો પ્રયાસ કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા થી પરત ભારત આવી તેમનો પુત્ર્ પુત્રવધૂ અને બે બાળકો પોતાના અન્ય એક પુત્ર સાથે સુરત ખાતે રહેતા હતા પરંતુ હીરા ના ઉધોગમાં મંદી આવતાં તેમનો એક દીકરો નામે કેતુલ આજથી 5 મહિના પહેલા પોતાની પત્ની અને બે બાળકો સાથે કોઈ એજન્ટ દ્વારા અમેરિકા ગયો હોવાનું જણાવ્યું હતું.

વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષ થી પોતાના બન્ને દિકરાઓ તેઓના પરિવાર સાથે સુરત માં હીરા ઉદ્યોગમા નોકરી કરતા હતા. ત્યારે હીરા ઉદ્યોગમાં મંદી આવતા કેતુલે પોતાનું સુરત ખાતેનું ઘર વેચી પરિવાર સાથે એજન્ટ મારફતે અમેરિકા ગયો હતો. પરંતુ ગઈકાલે ટીવીના સમાચાર પરથી ખબર પડી કે અમેરિકા થી કેટલાક ભારતીયોને ત્યાંની સરકાર પરત ભારત મોકલી રહ્યા છે. અને તે ભારતીયોમાં પોતાના દિકરા કેતુલ સહિત તેના પરિવારનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તેઓએ પોતાનો દીકરો તેના પરિવાર સાથે ભારત પરત હેમખેમ આવી રહ્યો હોય એજ બાબતે ને મહત્વની લેખાવી ભગવાન નો આભાર વ્યક્ત કર્યો હતો.

તો કેતુલની માતા એ જણાવ્યું હતું કે અમને ચિંતા થાય છે પણ ભગવાન ને ગમ્યું એ ખરું સાજા સારા તેઓ ઘરે આવે એજ અમારે મહત્વ નું હોવાનું જણાવતા માતાએ જણાવ્યું હતું કે ગામનું ખેતર વેચી ને બે દીકરાને સુરતમાં ઘર લઈ આપ્યા હતા. ત્યારે કેતુલે તેનું ઘર ક્યારે અને કેટલામાં વેચ્યું એ પણ અમને ખબર નથી પરંતુ તે છેલ્લા 5 થી 6 મહિનાથી અમેરિકા તેના પરિવાર સાથે ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પહેલા સુરતમાં તે હીરા બજારમાં હતા હીરા બજારમાં મંદી આવતા પરિવારના સભ્યો સાથે ભરણ પોષણ માટે અમેરિકા ગયો હોવાનું જાણવા મળેલ પરંતુ ગઈકાલે ટીવી પર સમાચાર જોતા ખબર પડી કે અમેરિકા ની ટ્રેમ્પ સરકારે ગેરકાયદેસર રીતે અમેરિકા મા સ્થાઈ થયેલા ભારતીયોની હકાલપટ્ટી કરી છે અને એમાં અમારો દીકરો કેતુલ અને તેનો પરિવાર પણ હોવાનું જાણવા મળ્યું હતું.

અંદાજિત 50 લાખ જેટલો ખચૅ કરીને એજન્ટ મારફતે અમેરિકા ગયેલ અમારા દીકરાને ભારત સરકાર મદદ કરે તેવી આશા કેતુલની માતાએ વ્યકત કરી દીકરો પાછો આવશે તો અહીંયા ગામડે ઘરે સૌ સુખ-શાંતિ થી ભેગા રહીશું તેમ તેઓએ જણાવ્યું હતું. તો સિધ્ધપુર નજીકના એક ગામના એક શખ્સને પણ અમેરિકાની સરકારે ડિપોર્ટ કરતાં તે પણ પરત વતન આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *