પાટણ અને સિધ્ધપુરમાથી ચોરી કરેલા મોપેડ નંગ-૦૩ સાથે પાટણનો શખ્સ ઝડપાયો

પાટણ અને સિધ્ધપુરમાથી ચોરી કરેલા મોપેડ નંગ-૦૩ સાથે પાટણનો શખ્સ ઝડપાયો

પાટણ એલસીબીએ ૬૦ હજારના મુદ્દામાલ કબ્જે કરી કાયૅવાહી હાથ ધરી; પાટણ અને સિધ્ધપુરમાથી ચોરી કરેલા મોપેડ નંગ-૦૩ સાથે પાટણ ના એક શખ્સને પાટણ એલસીબીએ રૂ. ૬૦ હજારના મુદામાલ સાથે ઝડપી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા પાટણ જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈ આર.જી. ઉનાગર ના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે મિલકત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ પાટણ ટાઉનમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે પાટણ શહેર પ્રગતિ મેદાન ખાતેથી શાહ દિપેન નિર્મળકુમાર રહે પાટણ ઘીવટો ખીજડાનો પાડો તા.જી. પાટણ વાળા પાસેથી દસેક માસ અગાઉ પાટણ શહેર વ્રૂંદાવન સોસાયટીમાથી ચોરી કરેલ સફેદ કલરના એક્ટીવા નં. જી.જે.૨૪ પી. ૧૪રર તથા ત્રણ માસ અગાઉ પાટણ શહેર ગાયત્રી મંદિર પાછળની એક સોસાયટી માથી ચોરી કરેલ કાળા કલરનું એક્ટીવા નં. જી.જે.૨૪ એફ.૪૧૧૩ તથા સિધ્ધપુર શહેર બસ ડેપોમાથી દસેક માસ અગાઉ ચોરી કરેલ સફેદ કલરનુ પ્લેઝર મોપેડ નં. જી.જે.૦૫ કે.ઇ.૪૯૯૨ સાથે મોપેડ મળી કુલ ૬૦ હજારના મુદ્દામાલ બી.એન.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી ઉપરોક્ત ઇસમની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે સોપવામા આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *