વન વિભાગ ની ધીમી કામગીરી ને લઈ લોકો એ નારાજગી દર્શાવી મામલતદાર કચેરી એ આવેદનપત્ર પાઠવ્યું.
છેલ્લા એક મહિના થી સરહદી વાવ શહેરમાં વિફરેલા વાનરે દશ થી વધુ લોકો ને ઘાયલ કર્યા છે. ત્યારે ગતરોજ ફરી પાછા એક વૃદ્ધ મહિલા સહિત બે લોકો ને બચકાં ભરતાં થરાદ ખાતે સારવાર લેવાની ફરજ પડી હતી. તેવા માં વાવના ચાર વાસ વિસ્તારના લોકોએ વન વિભાગના જવાબદાર અધિકારી ને ફોન કરવા છતાં ફોન રિશિવ કર્યો ન હતો. જેથી કરી નારાજ ગ્રામજનો એ વાવ મામલતદાર કચેરી ને આવેદનપત્ર આપી જણાવ્યું હતું. કે છેલ્લા એક માસ થી વાવ શહેર વિસ્તારમાં વિફરેલા વાનરે 10 થી વધુ લોકો ને ઘાયલ કરવા છતાં આ વિફરેલો વાનર વન વિભાગ ને તાબે થતો નથી. વન વિભાગની ઉંઘ હરામ કરી દીધી છે. જોકે ગ્રામ જનોના જણાવ્યા અનુસાર આગામી 10 જૂન થી શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્ર શરૂ થનાર હોઈ કોઈ નાના બાળક ને આ વિફરેલા વાનરે ફાડી નાખ્યું તો જવાબદારી કોની.
જોકે લોક મુખે થતી ચર્ચા મુજબ છેલ્લા એક માસ થી વિફરેલા વાનરે વાવ શહેરમાં આંતક મચાવી 10 થી વધુ લોકો ને ઘાયલ કરવા છતાં હજુ સુધી વન વિભાગના રેન્જર ઓફિસર વાવ શહેરમાં ફરકયા પણ નથી. વન વિભાગની ટિમ રેસ્કયુ કરી આ વિફરેલા વાનર ને તાત્કાલિક પીંજરે પુરે તેવી લોકોની ઉગ્ર માંગ છે. હવે પછી કોઈ અઘટિત ઘટના ઘટી તો જવાબદાર વન વિભાગ ની રહેશે તેવું લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.