પાટણ રાણકીવાવ વિસ્તારમાં વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં ફફડાટ

પાટણ રાણકીવાવ વિસ્તારમાં વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં ફફડાટ

પાટણ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની જહેમત બાદ વાંદરાને પાંજરે પુર્યો; પાટણ ની ઐતિહાસિક વિરાસત રાણ કી વાવ વિસ્તારમાં એક વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં પયૅટકો સહિત વિસ્તારમાં  મોર્નિંગ વોક માટે આવતા રહીશો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જોકે આ ઘટનાની જાણ થતાં જ પાટણ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લગભગ દોઢ કલાકની સખત મહેનત બાદ આ વાંદરાને પાજરે પુરવામાં સફળતા સાંપડતા સ્થાનિક રહીશો સહિતના પયૅટકો અને મોર્નિંગ વોક માટે આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ વાદરા નું રેસ્ક્યુ ઓપરેશન નાયબ વન સંરક્ષક એન.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક ટી.એચ.ચૌધરી,પરિક્ષેત્ર વન અધિકારી પી.એમ.ચૌધરી,વેટરનરી ઓફિસર જે.જી.ભટોળ,વનપાલ વી.એલ દેસાઈ,વન રક્ષક એસ.એસ. પરમાર, વન રક્ષક એ.એસ.ચૌધરી અને એચ.પી. પટેલ સહિત રોજમદાર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *