મૂળ પાટણ જિલ્લાનો હાલ પાલનપુર ખાતે રહેતો યુવક લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી જતાં ચકચાર
પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતાં એક પશુપાલકની સગીર દીકરીને પાલનપુર ખાતે રહેતા યુવકે સગીર યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ અપહરણ કરાતાં ચકચાર મચી જવા પામી છે. સગીર યુવતીની માતાએ ગઢ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે અપહરણ કરનાર યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલનપુર તાલુકાના દલવાડા ગામે રહેતા અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતાં એક પશુપાલકની સગીર દીકરીને નિકુલ બાબુભાઈ પટેલ, મૂળ કુંવારા, સિદ્ધપુર જિલ્લો, પાટણ, હાલમાં પાલનપુર શિવા એપાર્ટમેન્ટ બી ૨૦૪, મેડીપોલીસની બાજુમાં રહેતા યુવકે 14મી એપ્રિલે સગીર યુવતીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જઈ અપહરણ કરતાં ચકચાર મચી જવા પામી છે. સગીર યુવતીની માતાએ ગઢ પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

