પાટણ શહેરનો ૧૨૮૦ મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવવા માટે પાલીકા ખાતે બેઠક મળી

પાટણ શહેરનો ૧૨૮૦ મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવવા માટે પાલીકા ખાતે બેઠક મળી

બેઠકમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ સહિત વિવિધ સમાજના અને સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાને સારી રીતે ઉજવવા માટે સૂચનો રજૂ કર્યા આગામી તા.૨૦ મી ફેબ્રુઆરી એ પાટણ નગરના ૧૨૮૦ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત ઉત્સવો ને સફળ બનાવવાના ભાગરૂપે બુધવારના રોજ નગરપાલિકા ના સભાખંડમાં પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાન બેઠક મળી હતી.

જેમાં સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી થાય અને શહેરમાં વસતા તમામ સમાજના અન્ય જ્ઞાતિઓના લોકો આ ઉજવણીમાં જોડાય તે માટે બેઠકમાં ઉપસ્થિત પાલિકા પ્રમુખ સહિત નગરના અગ્રણીઓના સૂચનો લેવામાં આવ્યા હતા. ઐતિહાસિક નગર પાટણની સ્થાપના વિક્રમ સવંત ૮૦૨ ના રોજ મહાવદ સાતમ ના દિવસે ચાવડા વંશના મહાનવીર રાજા વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણ નામથી આ નગરની સ્થાપના કરવામાં આવી હતી.નગરમાં ચાવડા વંશ,વાઘેલા વંશ અને સોલંકી વંશ એમ ત્રણ વંશના રાજવીઓએ નગરમાં વર્ષો સુધી શાસન કર્યું હતું.

પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની તરીકે પણ રહ્યું હતું .ત્યારે આ ઐતિહાસિક નગરની સ્થાપના દિવસની ઉજવણી છેલ્લા ઘણા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ નગરપાલિકા અને વિવિધ સેવાભાવિ સંસ્થાઓના સાથ અને સહકાર થી પાટણ નગર ના સ્થાપના દિવસની ઉજવણી કરે છે.ત્યારે આગામી મહાવદ સાતમને ગુરુવારને તા. ૨૦ મી ફેબ્રુઆરી ના રોજ ઉજવાનાર પાટણ નાસ્થાપના દિવસની ઉજવણી ના આયોજન અંગે મળેલી બેઠકમાંપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,મદારસિહગોહિલ, હેમત તન્ના, મુકેશ દેસાઈ સહિત રાજપૂત સમાજ ના આગેવાનો, નગરસેવકો સહિત પાટણ ની વિવિધ સંસ્થાઓ અને પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *