ડીસામાં યોજાનાર મોહરમ પર્વ નિમિતે દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિનો મિટીંગ યોજાઈ હતી. જેમાં દર વર્ષની જેમ તાજીયા ડોલી વાસથી લેખરાજ ચારરસ્તા થઈ સરસ્વતી થઈ ગાંધીચોક થઈ મીરા મોહલ્લા થઈ અખર ચોક થઈ કબ્રસ્તાન ખાતે તાજીયા દફન કરવામાં આવશે. આ પ્રસંગે સોની બજારમાં ટ્રાફિકનો પ્રશ્ન તથા રખડતા ઢોર માટેનો પ્રશ્ન હલ કરવાનો શેહેર પોલીસે પી.એસ.આઈ એમ.બી.દેવડા તથા પી.એસ.આઈ એસ.ડી.ચોધરીએ ખાતરી આપી હતી. અને શાંતિથી કોમી એકતાના માહોલમાં તેહવાર ઉજવવા જણાવ્યું હતું આ પ્રસંગે નાના મોટા દર વર્ષની જેમ ૧૦ થી ૧૧ તાજીયા નીકળવામાં આવશે તેવું તાજીયા કમિટીએ જણાવ્યું હતું. આ પ્રસંગે કાર્યકમનું સંચાલન કેવળભાઈએ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

- July 4, 2025
0
90
Less than a minute
You can share this post!
editor