જૂનાડીસા વિસ્તારમાં બંધ મકાનમાં ભીષણ આગ ભભૂકી : ઘર વખરી બળીને ખાખ

જૂનાડીસા વિસ્તારમાં બંધ મકાનમાં ભીષણ આગ ભભૂકી : ઘર વખરી બળીને ખાખ

ડીસાના જૂનાડીસા વિસ્તારમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બંધ મકાનમાં લાગેલી આ આગમાં સમગ્ર ઘર વખરી બળીને ખાખ થઈ ગઇ હતી,સદનસીબે પરિવાર બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી છે..

ડીસાના જૂનાડીસા વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સમયે ઘર માલિક સહિત પરિવાર માતાજીની રમેલમાં ગયો હતો..પરિવાર રમેલ પૂર્ણ કરીને ઘરે પરત ફર્યો ત્યારે ઘરનો સમગ્ર સામાન આગની ઝપેટમાં આવી બળી ને ખાખ થઈ ગયો હતો. ઘરમાં રહેલ ફ્રીઝ સહિત ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, સદનસીબે ઘરમાં રહેલ ગેસ સિલિન્ડર સુધી આગ પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પરિવાર ઘરની બહાર હોવાને કારણે જાનહાનિથી બચાવ થયો છે. આગ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ ઘટનાને લઈ તંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર આગ સુરક્ષા અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. તપાસ બાદ આગ લાગવાના ચોક્કસ કારણો સામે આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *