ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો

ડીસામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક શખ્સ ઝડપાયો

ફીરકીઓ અમદાવાદથી લાવી હોવાની કબૂલાત

ઉત્તરાયણના તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વેલુનગર વિસ્તારમાં આવેલી એક પતંગની દુકાનમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીની ૪૫ ફિરકીઓ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.  ડીસા દક્ષિણ પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વેલુનગર સપના પાર્લર પાસે આવેલી પતંગની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે.

પોલીસે પંચોને સાથે રાખી દુકાન પર દરોડો પાડતા દુકાનદાર કનુભાઈ અરજણભાઇ દેવીપુજક હાજર મળી આવ્યો હતો. દુકાનની તપાસ કરતા બહારના ભાગે પતંગો નીચે છુપાવેલ એક પુઠાનું બોક્સ અને પ્લાસ્ટિકના કટ્ટામાંથી ‘મોનો સ્કાય’ અને ‘મોનો ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ’ લખેલી ચાઇનીઝ દોરીની કુલ ૪૫ ફિરકીઓ મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ.૪૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ આ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *