રાધનપુર ગાયત્રી મંદિર નજીકથી એસઓજી પોલીસે બાતમીના આધારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર શખ્સ ને ઝડપીને પોલિસ ફરિયાદ નોંધી હતી. પાટણ એસઓજી પોલિસ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાણ કરનાર કરનાર સામે કાર્યવાહી કરવા રાધનપુર હદ વિસ્તારમાં વોચમા હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ગાયતી મંદિર નજીક આવેલ જૈન દેરાસરના ગેટ નજીક એક સખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા સારું ઉભેલ છે તે બાતમીના આધારે એસઓજી પોલીસે બાતમી હકીકત વાળી જગ્યા પર અચાનક રેડ કરતા સ્થળ પર શખ્સ ઉભેલ હોય અને બાજુમાં એક થેલો પડેલ હોય જેમાં તપાસ કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના અલગ અલગ કલર વાડી રીલ ભરેલ હોય અને તે શખ્શ ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો હોય જેથી પોલીસે તે શખ્શ ને ઝડપીને તેઓ પાસેથી 14 નંગ રીલ જેની કિંમત 7,000 નો મુદ્દામાલ કબજે કરીને વિશાલકુમાર વશરામભાઈ ઉર્ફે વાલજીભાઈ પ્રજાપતિ સામે પોલિસ ફરિયાદ નોંધાઇ છે.

- January 8, 2025
0 100 Less than a minute
You can share this post!
editor