ડીસાના ગવાડી વિસ્તારમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ડીસાના ગવાડી વિસ્તારમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ડીસાના ગવાડી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણના વધતા દૂષણ વચ્ચે, બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ૮૩૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ રૂ. ૯૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ  ચિરાગ કોરડીયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા આરોપીઓને પકડી પાડવા માટે NDPS ડ્રાઈવ અંતર્ગત સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના આધારે, પાલનપુર SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર  એચ.બી. ધાંધલ્યા અને એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેક્ટર  એચ.બી. ધાંધલ્યા તથા પો.સબ.ઈન્સ. જે.જે. સરવૈયા અને પોલીસ સ્ટાફ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન, અ.પો.કોન્સ દિનેશભાઈ લક્ષ્મણભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસાના મહમદપુરા ગવાડી વિસ્તારમાં ઈદગાહ પાસે રહેતો યાકુબભાઈ અજીમભાઈ શેખ પોતાના કબજા ભોગવટાની સિમેન્ટના અને લોખંડના પતરાવાળી ઓરડીમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે.

આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક NDPS લગત રેઈડનું આયોજન કર્યું હતું. રેઈડ દરમિયાન, આરોપી યાકુબભાઈ અજીમભાઈ શેખ (રહે. મહમદપુરા ગવાડી, ઈદગાહ પાસે, ડીસા) ના રહેણાંક ઘરમાંથી ૮૩૦ ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૮૩૦૦/- થાય છે. આ ઉપરાંત, તેની અંગઝડતી દરમિયાન એક જીઓ કંપનીનો કીપેડ મોબાઈલ (કિ.રૂ. ૧૦૦૦/-), આધારકાર્ડની નકલ, એક લાઈટબિલ અને ડીસા નગરપાલિકામાં વેરો ભર્યાની પહોંચ સહિત કુલ રૂ. ૯૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપી યાકુબભાઈ શેખની ધરપકડ કરીને તેની સામે નાર્કોટીક્સ લગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ દક્ષિણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *