પાટણ બી ડિવિઝન પોલીસે ગાજા ના જથ્થા સાથે રૂ. ૨,૦૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
પાટણ બી ડિવિઝન પોલીસે એક રિક્ષા ચાલકને ગાંજાની હેરાફેરી કરતા ઝડપી તેની પાસેથી રૂ. ૨,૦૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના બાબુના બંગલા નજીક આવેલ રંગરેજની ખડકીમાં રહેતા કેતન કચરાભાઈ પાનચંદ અંબાલાલ રાજપૂત ઉ.વ.૪૦ નાઓ પોતાની રિક્ષા નંબર જી. જે.-૨૪ વાય ૧૩૭૪ માં ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરી રહ્યો હોવાની પાટણ બી ડીવીઝન પોલીસ ને હકીકત મળતા પોલીસે ધટના સ્થળે પહોચી તેની પાસેથી ૩૫ ગ્રામ ગાંજો કિંમત રૂ.૩૫૦,એક મોબાઈલ ફોન અને રિક્ષા મળીને કુલ રૂ.૨,૦૫,૩૫૦ ના મુદ્દામાલ સાથે તેની અટક કરી તેની વિરુદ્ધ એન.ડી.પી.એસ.એક્ટની કલમ ૮(સી),૨૨(એ),૨૦ (૨)(એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.