ધ સન અહેવાલ આપે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તાવાર કાર કાફલાની એક લક્ઝરી લિમોઝીનમાં જોરદાર વિસ્ફોટ થયો છે અને તેમાં આગ લાગી ગઈ છે. મધ્ય મોસ્કોમાં બનેલી આ ઘટનાએ રશિયન રાષ્ટ્રપતિની સુરક્ષા અંગે નવી ચિંતાઓ ઉભી કરી છે અને ક્રેમલિનમાં આંતરિક ખતરાઓ અંગે શંકાઓ વધારી છે. પુતિનની મોંઘી કાર, £275,000 ની કિંમતની ઓરસ સેનેટ, લુબ્યાન્કામાં FSB મુખ્યાલય પાસે સળગતી જોવા મળી હતી.
કારમાં વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એન્જિનમાંથી શરૂ થઈ હતી અને પછી વાહનની અંદર ફેલાઈ ગઈ હતી. અહેવાલમાં જણાવાયું છે કે ઘટના દરમિયાન નજીકના રેસ્ટોરન્ટમાં હાજર લોકો ફાયર ફાઇટર આવે તે પહેલાં મદદ માટે બહાર આવી ગયા હતા. ફૂટેજમાં વાહનમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળતો અને કારના પાછળના ભાગને નુકસાન થતું દેખાતું હતું. ધ સનના અહેવાલ મુજબ, વિસ્ફોટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ વાહનનું સંચાલન રાષ્ટ્રપતિના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે, જે રાષ્ટ્રપતિના પરિવહનનું સંચાલન કરે છે. હાલમાં, ઘટના સમયે કારની અંદર કોણ હતું તે સ્પષ્ટ નથી.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત બગડી રહી છે અને તેમનું ટૂંક સમયમાં મૃત્યુ થશે. ઝેલેન્સકીની આ આગાહી બુધવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રકાશમાં આવી. કિવ ઈન્ડિપેન્ડન્ટ વેબસાઇટ અનુસાર, ઝેલેન્સકીએ યુરોવિઝન ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે પુતિન ટૂંક સમયમાં મૃત્યુ પામશે. તેમણે વધુમાં કહ્યું, “યુદ્ધ પણ ટૂંક સમયમાં સમાપ્ત થશે.” જ્યારે ઝેલેન્સકીએ યુનાઇટેડ સ્ટેટ્સને “મજબૂત રહેવા” અને મોસ્કો પર તેના આક્રમણને રોકવા માટે દબાણ કરવાનું ચાલુ રાખવાની અપીલ પણ કરી હતી.
પુતિન કડક સુરક્ષા હેઠળ રહે છે
૭૨ વર્ષીય પુતિન નિયમિતપણે આ લિમોઝીનનો ઉપયોગ કરે છે અને તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સહિત ઘણા લોકોને આ લિમોઝીન ભેટમાં આપી છે. તાજેતરમાં, મુર્મન્સ્કમાં, ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSO) ના અધિકારીઓ દ્વારા ઔપચારિક રક્ષકોની તપાસ કરવામાં આવી હતી. “તે બતાવે છે કે તે પોતાના જીવન માટે કેટલો ડર રાખે છે,” એક ભૂતપૂર્વ બોડીગાર્ડે ધ સનને જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે પુતિનને પોતાના સ્ટાફ પર વિશ્વાસ નથી.