માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો અહેસાસ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી

માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો અહેસાસ, પ્રકૃતિ સોળે કળાએ ખીલી

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદી મોસમે રમણીય વાતાવરણ સર્જાયું છે. અરવલ્લી પર્વતમાળાની સૌથી ઊંચી ચોટી પર આવેલા આ સ્થળે હાલમાં રીમઝીમ વરસાદના છાંટા વચ્ચે પર્યટકો આનંદ માણી રહ્યા છે. વાદળો નીચે ઉતરીને જાણે માઉન્ટ આબુને આવરી લેતા હોય તેવો અદભુત નજારો સર્જાયો છે. પર્યટકો વાદળો વચ્ચે ફરતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

પર્વતોમાંથી વહેતા ઝરણાંઓમાં સ્નાનનો આનંદ માણી રહ્યા છે.છલોછલ ભરાયેલા નખી તળાવમાં બોટિંગની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. આબુરોડ માઉન્ટ રોડ પર રીંછ પરિવાર પણ જોવા મળ્યો છે. કાશ્મીર જેવા વાતાવરણમાં પર્યટકોની વધતી સંખ્યાથી સ્થાનિક લોકો પણ ખુશ છે.હાલમાં માઉન્ટ આબુનું વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કુદરતની અનોખી ભેટ સમાન આ પર્વતીય વિસ્તારમાં ડુંગરોની કોતરો વચ્ચે મનમોહક દૃશ્યો સર્જાયા છે, જે દરેક મુલાકાતીને મંત્રમુગ્ધ કરી દે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *