પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે વિવિધ વિસ્તાર અને સમાજના લોકો એકત્ર થઇ વિરાટ હિન્દુ સંમેલન તા.૨૨ ફેબ્રુઆરી રવિવાર દિવસે રામજીનગરના ગરબા ચોકમાં યોજાયું હતું. જેમાં વિવિધ સમાજના ૨૧ જેટલા દંપતિ ઓએ સત્યનારાયણ ભગવાની કથામાં ભાગ લીધો હતો.
સંમેલનમાં વાદીલા હનુમાનધામ ખાતેથી વિવિધ સોસાયટીઓની બહેનો દ્વારા જ્વારા સાથે ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે નીકળીને કથા સ્થાને પહોંચી હતી. જેમાં બાળકોએ મહાપુરૂષોની વેશભૂષા ધારાણ કરીને લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમમાં વાદીલા હનુમાનના મહંતશ્રી સીતારામ બાપુએ લોકોને આશીર્વચન પાઠવ્યા હતા. નિવૃત આર્મીના પંચાસરાએ રાષ્ટ્ર માટે જીવવાનું આહવાન કર્યું હતું. સંઘના જીલ્લા કાર્યવાહ સુબાભાઈએ પંચપરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રતિજ્ઞા લેવરાવી હતી. અંતે ઉપસ્થિત જનમેદનીએ ભાવવિભોર વાતાવરણમાં ભારતમાતાની આરતી કરી હતી.

