ડીસા-પાટણ રોડ પર માણેકપુરા પાટીયા નજીક આવેલ રામાપીરના મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં બે ગાડીઓ સામસામે ટકરાતા ગંભીર અકસ્માત થયો હતો.બંને કારની ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં સવાર ત્રણ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.

