જય ભીમના નારાઓ ગુંજ્યા: ઠેર ઠેર સ્વાગત કરાયું, ઊંઝા શહેરમાં આજે ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિતે ભવ્ય નગરયાત્રા ઊંઝા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. જય ભીમના નારાઓથી શહેર ગુંજી ઉઠ્યું હતું.
ઊંઝા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આજે શહીદવીર ભાનુપ્રસાદ સ્મારક સંકુલ ખાતેથી ભવ્ય નગરયાત્રા નીકળી હતી.ઊંઝા હાઈવે આવેલ ર્ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવી 134 મી જન્મ જયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દલિત સમાજના અગ્રણીઓ, આગેવાનો દ્વારા ડીજે સાથે વિશાળ ભીમયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો સંગીત તાલે ઝૂમી ઉઠયા હતા.
આ યાત્રામાં બાબાસાહેબ આંબેડકર અમર રહો, જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા, જય ભીમના નારા ગુંજી ઉઠ્યા હતા. ઉંઝા ખાતે ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે શહીદવીર ભાનુપ્રસાદની પ્રતિમાથી ભીમ યાત્રા નીકળી હતી. ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે નીકળેલી રેલીનું ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા ધારાસભ્ય કાર્યાલય ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ યાત્રા ઉમિયા માતાજી મંદિર, ગાંધીચોક, સરદારચોક થઈ ઉંઝા હાઇવે સર્કલ, હાઈવે રોડ ખાતે આવેલ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી. જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દલિત સમાજના અગ્રણીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં દલિતો ઉપસ્થિત રહી ડો.બાબાસાહેબની પ્રતિમાને માલ્યા અપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.