પાટણમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરવાના ગંભીર કિસ્સામાં બે શખ્સો સામે યુવતી દ્રારા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી એ નોધાવેલ ફરિયાદ મા જણાવ્યા મુજબ, ભાવેશભાઈ ભોગીલાલ ઠક્કરે તેણીના ઘરે એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ આ દરમિયાન વીડિયો અને ફોટા પાડ્યા હતા. ત્યારબાદ તેણે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી હતી.
આ રીતે ભાવેશે તેની પાસેથી કુલ રૂ. 21 લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં, તેણે મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.જયારે રાહુલ જસવંતભાઈ ઠક્કરે પણ તેની સાથે શારીરિક અડપલાં કરીને ભાવેશને ગુનો આચરવામાં મદદ કરી હોવાનું ફરિયાદમાં યુવતી એ જણાવ્યું છે. યુવતીની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ 376(2)(એન), 354(1), 384, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

