વાવ તાલુકાના દૈયપ ગામની સીમમાં માઇનોર 1 કેનાલ મોટા પ્રમાણમાં ભંગાણ થતાં
બનાસકાંઠા જિલ્લાના સરહદે આવેલા વાવ તાલુકાના કેટલા ગામડાઓમાં હજુ સુધી સિંચાઈ કરવા માટે પૂરતા પ્રમાણમાં નર્મદા વિભાગ ના નઘરોળ તંત્રના પાપે પાણી પુરવઠો મળતો નથી ત્યારે બીજી બાજુ આ જ તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા મિલીભક્તિ થી બનાવેલી હલકી કક્ષાની કેનાલોના કારણે આજે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યો છે છતાં તંત્ર હાથ ઉપર હાથ મૂકી જાણે તમાશો જોતું હોય તેવી રીતે દ્રશ્યો અને કેનાલો તૂટવાના સામે આવી રહ્યા છે તેમ છતાં આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કોઈપણ જાતના પગલાં ન લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે.
ત્યારે વાત કરવામાં આવે તો વાવ તાલુકાના દૈયપ ગામની સીમમાં નીકળતી માઇનોર 1 કેનાલ મોટા પ્રમાણમાં ભંગાણ થતાં પારંગી કેશાભાઈ નવાભાઈ ના ખેતરમાં અંદાજિત ચાર એકર જમીનમાં એરંડા રાયડુ કરેલો પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જોકે ખેડૂત દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ કેનાલ ઉપર નથી તો કોઈ અધિકારીઓ કેનાલની કોઈ તપાસ કરતા કે નથી કોઈ ત્યાં રાખેલા માણસો આની નોંધ લેતા અત્યારે અમારે ખેતરની અંદર અગાઉ પણ આવું આગળ એક ગાબડું પડેલું હતું જેમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભક્તિના કારણે હલકી કક્ષાનું મટીરીયલ વાપરી કેનાલનું રીપેરીંગ કરાયું હતું ત્યારે આ ફરીવાર અમારા ખેતરમાં નીચે હલકી કક્ષાનું તળિયું બનાવેલ હોવાથી તળિયાની અંદર ભંગાર થતાં અમારા ખેતર જળબંબાકાર થઈ ગયા છે તો હવે અમારે જવું તો ક્યાં જવું અને આનો જવાબદાર કોણ નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ એમના મળતીઆઓ દ્વારા આમ ગરીબ પબ્લિક ખેડૂત નું કાંઈ સાંભળતા ન હોય તેવા ગંભીર આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.