શહેરના કિર્તીસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પીટલ ખાતે કેમ્પ યોજાયો:વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ઇનરવ્હીલ કલબ પાલનપુર દ્વારા કેન્સર માટેની લડતમાં સમાજમાં જાગૃતિ લાવવા તથા તકલીફ વાળા દર્દીઓને મફતમાં નિદાન થાય અને રાહત દરે સારવાર થાય તે માટે પાલનપુર કિર્તીસ્તંભ રોડ ઉપર આવેલ ખુશ્બુ હોસ્પીટલ ખાતે ફ્રી કેન્સર નિદાન અને ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ યોજાયો હતો.
આ નિદાન કેમ્પ માં હેડ એન્ડ નેક નાં 37 પેસન્ટ,ગાયનેક નાં 22 પેસન્ટ,પેટ અને છાતીના 37 પેસન્ટ આમ કુલ 96 દર્દીઓએ લાભ લીધો હતો.દર વર્ષની જેમ ગર્ભાશયનાં મુખનાં કેન્સરને રોકવા માટે સર્વાવેક નામની રસીકરણ નો પોગ્રામ યોજેલ જેમાં 150 સ્ત્રીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ માં સહયોગ આપનાર ભોળાનાથ જોષી સહિતના દાતાઓ નો આભાર વ્યક્ત કર્યા હતો.