થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં ફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાના કારણની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, દુકાનોમાં થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવવામાં આવ્યો નથી.ઘટના સ્થળે બહોળી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.
- February 1, 2025
0
37
Less than a minute
You can share this post!
editor