ડીસાથી ચીત્રાસણી જવાના રસ્તા પર અજાપુરા પાસે મંગળવારે બપોરે એક કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી પ્રથમ ધુમાડા નીકળતા ચાલક ઉતરી ગયો હતો. જોકે ત્યારબાદ આગ લાગતા કાર ભડભડ સળગી ગઈ હતી. આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું. પરંતુ ત્યાં સુધી કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.
ડીસા-ચિત્રાસણી રોડ પર અજાપુરા ગામ નજીક ડીસાથી ચિત્રાસણી તરફ જતી અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી.ગાડીમાં આગ લાગવાનુ પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે.ચાલુ કારમાં ધુમાડા નીકળતા ગાડીના ચાલકે સમય સૂચક્તા વાપરી ઉતરી જતાં જાનહાનિ ટળી હતી.ત્યાર બાદ આગ લાગતામાં કાર ભડભડ સળગી ગઈ હતી. આગને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્ર થયાં હતાં. આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ડીસા ફાયર ફાઇટરની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતાં પરંતુ આગ પર કાબૂ મેળવાય તે પહેલા અલ્ટો કાર બળીને રાખ થઈ ગઈ હતી.