સરસ્વતીના વાગડોદમાં લગ્નનાં આમંત્રણને લઈ એક જ સમાજના બે જુથો વચ્ચે મારામારી સજૉઈ

સરસ્વતીના વાગડોદમાં લગ્નનાં આમંત્રણને લઈ એક જ સમાજના બે જુથો વચ્ચે મારામારી સજૉઈ

બંને જુથો ના મળી કુલ ૫ લોકો ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ખસેડાયાં

બંને જુથો એ સામે ૧૪ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી; પાટણ પંથકના સરસ્વતિ તાલુકાના વાગડોદ ગામમાં લગ્નના આમંત્રણને લઈને એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી સજૉતા કુલ ૫ વ્યક્તિ ઈજાગ્રસ્ત બનતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો આ બનાવની વાગડોદ પોલીસ મથકે બન્ને જુથો એ સામ સામી ફરિયાદ નોંધાવતા પોલીસે ૧૪ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનાની મળતી હકીકત મુજબ વાગડોદ ગામના હમીરજીના ભત્રીજા માલસંગજીના લગ્ન પ્રસંગે લક્ષ્મણજી ઠાકોરના કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.જોકે હમીરજી અને લક્ષ્મણજીના પરિવાર વચ્ચે કોઈ વ્યવહાર કે સંબંધો ન હોવા છતાં આમંત્રણ અપાતા વિવાદ સર્જાયો હતો. અને આ બાબતે લક્ષ્મણજી અને તેમના પરિવારજનો હમીરજીના ઘરે ઠપકો આપવા જતાં મામલો બિચક્યો હતો.

અને બંને પક્ષો વચ્ચે તકરાર થતાં બંને જૂથોએ કટાર અને ધોકાથી છુટા હાથની મારામારી થતાં લેબુજી લક્ષ્મણજી અને તારાબેન સહિત બંને પક્ષના ૫ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે બંને પક્ષો તરફથી વાગડોદ પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાવતા પોલીસે કુલ ૧૪ વ્યકિતઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *