અમેરિકામાં ભારતીયો પર હુમલા અને હત્યાની ઘટનાઓ વધી
પિતરાઈ ભાઈના સ્ટોરમાં નોકરી કરતા હતા પિતા પુત્રી; ભરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસુદૈવ કુટુંકમની ભાવના સાથે દરેક દેશને પોતાની સાથે જોડી રહ્યા છે ત્યારે અમેરિકા જેવા દેશમાં ભારતીયો પર વારંવાર હુમલા અને હત્યા કરવાના બનાવો દિન પ્રતિદિન વધવા લાગ્યા છે. ગત બે દિવસ અગાઉ બનેલી હત્યાની એક ઘટનામાં વર્જિનિયામાં રહેતા ગુજરાતી પ્રદીપકુમાર રતિલાલ પટેલ કે જેઓ ઉંમર આશરે 56 વર્ષના અને તેમની દીકરી કે જેની ઉંમર આશરે 24 વર્ષની છે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં પ્રદીપકુમાર રતિલાલ પટેલ નામના વ્યક્તિનું મોત થયું છે જ્યારે તેમની 24 વર્ષની દીકરી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા મૃતકની દીકરીની કોઈ ઓળખ જાહેર કરવામાં નથી આવી.
અમેરિકાના વર્જિનિયા રાજ્યના શહેર એકોમેક કાઉન્ટીમાં હત્યાના બનાવના પગલે 911 પર પોલીસને કોલ મળ્યો હતો જે બાદ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ લેકફોર્ડ વિસ્તારમાં ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી જ્યાં એક કન્વિનિયન્સ સ્ટોરમાંથી જ પ્રદીપ પટેલ અને તેમની દીકરી લોહીલૂહાણ હાલતમાં મળી આવ્યા હતા, જેમાં પ્રદીપ પટેલનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
હત્યામાં મૃત્યુ પામેલા પ્રદીપ પટેલ અને તેમની દીકરી પિતરાઈ ભાઈ પરેશ પટેલના સ્ટોરમાં નોકરી કરતા હતા. જ્યાં સ્ટોરમાં પ્રદીપ પટેલ અને તેમની દીકરી વહેલી સવારે સ્ટોર ઓપન કર્યા બાદ પોતાનું દૈનિક કાર્ય કરતા હતા. તેવા સ્ટોરમાં ઘૂસી આવેલા એક અજાણ્યા વ્યક્તિએ પ્રદીપ પટેલ અને તેમના દીકરીને ત્યાં કામ કરતા જોઈને તેમના પર અચાનક જ ઉશ્કેરાઈ જઈને સીધો ગોળીબાર કર્યો હતો. અશ્વેત વ્યક્તિએ કયા કારણથી પિતા પુત્રી પર અચાનક જ ગોળીબાર કરી હત્યા નિપજાવી હતી તેનું કારણ હજી અકબંધ છે. પરંતુ પોલીસ પકડમાં આવ્યા બાદ પિતા પુત્રીની હત્યા નિપજાવનારા અશ્વેત નાગરિકની પૂછપરછ દરમિયાન જ્યોર્જ વોર્ટન નામ જણાવ્યું જે અશ્ર્વેત વ્યક્તિની ધરપકડ કરી પોલીસે હત્યાના ગુણાનો ભેદ ઉકેળવાના પ્રયત્નો શરૂ કર્યા છે.