વૃદ્ધ ખેડૂતના 2.40 લાખ જતા પરિવાર માથે આભ તૂટી પડ્યો
ભાભર તાલુકાના નેસડા ગામના ખેડૂત મફાભાઈ લવજીભાઈ પ્રજાપતિ જેઓ આજરોજ સવારે 11 કલાકે ભાભર ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભાભર શાખામાં પાક ધિરાણના પૈસા ઉપાડવા માટે આવેલા જેમાં 2.90 લાખ પાક ધિરાણ ઉપાડી 50 હજાર રૂપિયા સબંધીને આપવા પોતાના દીકરાને આપેલ
બાકીના 2.40 લાખ રૂપિયા લઈને ખેડૂત મફાભાઈ પ્રજાપતિ વાવ રોડ ઉપર આવેલ તેમના સંબંધની દુકાને ગયેલ. અને ત્યાં પૈસા ભરેલ થેલી બાજુમાં મૂકીને બેઠેલા તેવા સમયે ગઠિયો નજર ચૂકવી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. જે જગ્યાએ ખેડુતે જેવી થેલી મુકી હતી તે લેવા જતાં આંખના પલકારામાં થેલીને અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો રૂ.૨.૪૦ ભરેલી થેલી ગુમ થતાં જ આજુબાજુમાં તપાસ કરતા પૈસા ભરેલ થેલી ના મળતાં ખેડુત પરીવાર ગભરાઈ ગયો હતો. આ બાબતની ભાભર પોલીસ મથકે અરજી આપેલી છે ભાભર પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરી હતી.

