ટેન્સન અને ગભરાહટ ના કારણે પરિવાર પોતાના ઘર ને તાળા મારી અજ્ઞાત સ્થળે જતો રહ્યો; અમેરિકા થી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ ગુરૂવારે પોતાના વતન પહોંચ્યા હતા જેમાં પાટણના મણુંદ ગામના એકજ પરિવારના 4 સભ્યોને પોલીસે સાથે રાખી તમામને મણુદ ગામે તેમના ઘરે મોકલી અપાયા હતા. ત્યારે આ ડિપોર્ટ કરાયેલા એકજ પરિવારના 4 લોકોને મીડિયા થી દુર રાખી તમામ લોકોને ગ્રામ જનોએ તેમના ઘરથી દૂર કોઈ અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારે આ બાબતે ગામના યુવા અગ્રણી દીક્ષિત પટેલ અને પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે પરિવારના ચાર સભ્યો સુખરૂપ ગામમાં આવી ગયા છે પરતું તેઓ હાલમાં થોડા ટેન્શનમાં અને ગભરાયેલ હોવાથી તેઓ પોતાના ઘરે થી દુર અજ્ઞાત સ્થળે હોવાનું જણાવી પરિવાર કયાં સ્થળે ગયો છે તે તેઓને ખબર ન હોવાનું જણાવ્યું હતું. પાટણના મણુંદ ગામના વતની અને સુરત થી 6 મહિના પહેલા અમેરિકા ગયેલા કેતૂલ પટેલ નો પરિવાર ગુરૂવારે અમેરિકા થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તેઓને કોઈ પણ પ્રકારની પરેશાની ભોગવવી ન પડે તે માટે એસઓજી પોલીસ પરિવાર ને તેમના વતન મણુંદ ગામ મૂકી ને ગઈ હોવાનું જાણવા મળ્યું છે.