હેલ્મેટ વિના વાહન વાહન હંકારતા લોકો પાસે થી 40 હજાર દંડ વસુલવામાં આવ્યો: પાલનપુરમાં પોલીસ દ્વારા હાઇકોર્ટના પત્ર અંતર્ગત વાહન ચલાવતી વખતે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરવા માટે જોરાવર પેલેસ સહિતના વિસ્તારમાં સ્પેશલ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવમાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
બનાસકાંઠાના વડામથક પાલનપુર શહેરમાં જોરાવર પેલેસ સંકુલમાં કલેકટર કચેરી, કોર્ટ સંકુલ, એસપી કચેરી, પ્રાંત કચેરી સહીતની જિલ્લાની મોટી કચેરીઓ આવેલી છે જોકે હાઇકોર્ટ દ્વારા 1 ફેબ્રુઆરીથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ વિના પ્રવેશબંધી અંગેનો પત્ર કરવામાં આવ્યો હતી જેનાભાગ રૂપે શનિવારે સવારે કચેરીઓમાં હેલ્મેટ વિના પ્રવેશતા સરકારી કર્મચારીઓ અને અન્ય વાહન ચાલકો ને રોકવામાં આવ્યા હતા અને હેલ્મેટ વિના પ્રવેશ કરતા હોઈ પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામા આવી હતી તેમજ હાઇવે અને અન્ય વિસ્તારોમાં જિલ્લા ટ્રાફિક, પાલનપુર પૂર્વ ટ્રાફિક પોલીસ, પશ્ચિમ ટ્રાફિક પોલીસ અને પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ દ્વારા 80 જેટલા વાહન ચાલકોને દંડની પાવતી આપી 40 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરી વાહન ચલાવવા માટેની અપીલ કરી હતી જયારે જોરાવર પેલેસ ખાતે સીટી ટ્રાફિક પીએસઆઇ પી.એસ ચૌધરી સહીત પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.