ઇન્ચાર્જ પોલીસ કર્મચારી ફરકતા પણ ન હોવાથી લોકોમાં રોષ
પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ રહે અને કાયદા પ્રત્યેનો ભય દૂર થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં કે જ્યાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય તે માટે પોલીસ પોઇન્ટ કે પોલીસ ચોકી બનાવવામાં આવે છે ત્યારે ડીસા શહેરમાં પણ સૌ પ્રથમ ડીસા નગરપાલિકાના ઓકટ્રોય વિભાગને ફાળવવામાં આવેલ ઓકટ્રોય નાકાની જવાબદારી ડીસા શહેર પોલીસને સોંપી હતી પરંતુ આશ્ચર્યની બાબત છે કે આ પોલીસ ચોકી બનાવવામાં આવી ત્યારથી લઈને આજ સુધી માત્ર શોભાના ગાંઠિયા સમાન અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે વળી રાજપુર લોધાવાસના લઘુમતી વિસ્તારમાં બનાવાયેલ પોલીસ ચોકી બનાવવા પાછળનો ઉદ્દેશ આ વિસ્તારમાં કોઈ કોમવાદ કે જાતિગત હુમલો ન થાય અને સૌ ભાઇચારાની ભાવના સાથે રહે તે માટે બનાવવામાં આવી છે.
પરંતુ દુઃખની બાબત છે. કે આ પોલીસ ચોકી ડીસા નગરપાલિકાના ઓકટ્રોય વિભાગને ફાળવવામાં આવેલ ઓકટ્રોય નાકાની જવાબદારી ડીસા શહેર પોલીસને સોંપી હતી ત્યારથી લઈને આજ સુધી માત્ર શોભાના ગાંઠિયા સમાન અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે વધુમાં ઉલ્લેખનીય છે કે આ પોલીસ ચોકી બનાવવા આવી ત્યારથી જ ચોકીના ઇન્ચાર્જ મૂકવામાં આવ્યો છે.
પરંતુ અત્યાર સુધી ક્યારેય કોઈ ઇન્ચાર્જ પોલીસ કર્મચારી ચોકી પર ફરકતા કે હાજર ન રહેતા હોવાથી સ્થાનિક લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે કોઈ જવાબદાર પોલીસ કર્મચારી હાજર ન રહેતા હોવાથી અવારનવાર આ રસ્તા પર વાહન ચાલકો અને રાહદારીઓને વચ્ચે તૂં તૂં મેં મેં સાથે હિંસક ઘટનાઓ બની રહી છે ત્યારે ડીસા શહેરમાં આવેલા દક્ષિણ પોલીસ મથકના અધિકારીઓ દ્વારા આ મામલે ઘટતું કરી વિસ્તારના લઘુમતી વિસ્તારમાં બનાવાયેલ પોલીસ ચોકી પુનઃ શરૂ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માગણી ઉઠી છે.
વધુમાં હાલના તબક્કે આ પોલીસ ચોકી શોભાના ગાંઠિયા સમાન અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી હોવાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.