ઊંઝા એપીએમસી ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. ગંજબજાર ખાતે જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી હતી. ઊંઝા ગંજબજાર ખાતે આજે જાપાન દેશના ફોટોગ્રાફર પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. જેમા 11 જેટલાં પ્રતિનિધિઓએ ગંજબજારમાં ફરી હરાજી પ્રક્રિયા, જીરું વરીયાળી સહિત કૃષિ પેદાશો નિહાળી અભ્યાસ કર્યો હતો. તેમજ ગંજબજારના પોર્ટરોની કામગીરી કરતાં ફોટોગ્રાફ લીધા હતા. આ 11 જેટલાં પ્રતિનિધિઓએ જાપાન દેશના સિજલોક સ્ટેટ માંથી આવ્યાં હોવાનુ જાણવા મળ્યુ હતુ. જ્યા ક્યાંકોન નામની મહિલા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તેઓ બે વાર ભારતની મુલાકાત લીધી છે. ઇન્ડિયાના વિવિદ્ય ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કર્યો છે. પ્રથમ વાર ગુજરાત આવી આજે સ્પાઈસીસ માર્કેટ ઊંઝાની મુલાકાત લીધી છે.

- January 18, 2025
0 199 Less than a minute
You can share this post!
editor