ડીસા જાગૃત નાગરિકોનું ડેલિગેશન નાયબ કલેકટરની મુલાકાત લઈ રજૂઆત કરાઈ

ડીસા જાગૃત નાગરિકોનું ડેલિગેશન નાયબ કલેકટરની મુલાકાત લઈ રજૂઆત કરાઈ
પાલિકામાં ચાલતાં ભષ્ટ્રાચારને લઈને કરાઈ ઉગ્ર રજુઆત કરાઈ
6.25 લાખના ખર્ચે બ્યુટીફેકશન કામગીરી સામે સવાલો ઉભા કરી રજૂઆત કરાઈ

ડીસા નગરપાલિકામાં ચાલતાં ભય વગરનો ભષ્ટ્રાચારને લઈને જાગૃત નાગરિકો મેદાનમાં આવ્યા છે. અને એક શાન તિરંગા નામનું સંગઠન બનાવી ટુંક સમયમાં કાયદાકીય લડત આપવાની તૈયારી બતાવી છે. ત્યારે ડીસા નગરપાલિકામાં તાજેતરમાં કચરા કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા ચાર સભ્યોની ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવનાર છે ત્યારે આજે જાગૃત નાગરિકોનું ડેલિગેશન નાયબ કલેકટરની રૂબરૂમાં મુલાકાત લીધી હતી. અને ડીસા નગરપાલિકાના કચરા કૌભાંડને લઈને તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં પુર્ણ કરે છે અને 100 થી વધુ ઠરાવ કરી દેવામાં આવે છે. જેને લઇને ઠરાવના નિયમોનું ઉલ્લંધન થઈ રહી છે. ત્યારે પાલિકામાં પોતાની મનમાની થી વહીવટ થતો હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે. ડીસા નગરપાલિકા દ્વારા 6.25 લાખના ખર્ચે બ્યુટીફેકશન કામગીરીને લઇને પણ સવાલો ઉભા કર્યા છે. જ્યારે ડીસા શહેરમાં હાલમાં લોકોની સુરક્ષાનો અભાવ છે પાલિકા દ્વારા લગાવેલ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન બન્યા છે નેત્રમ કેમેરાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. ત્યારે પાલિકા દ્વારા શહેરમાં સીસીટીવી કેમેરા ચાલું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ત્યારે જાગૃત નાગરિકો દ્વારા ડીસા નગરપાલિકામાં ચાલતાં ભષ્ટ્રાચારને અટકાવવા આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે નહી તો જાગૃત નાગરિકો દ્વારા પાલિકા કચેરી ખાતે એક દિવસના ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. અને હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *