58.40 લાખના મેફેડ્રોન ડ્રગ્સ મંગાવનારા પાલનપુરના શખ્સ સહિત બે શખ્સ સામે ગૂનો દાખલ

58.40 લાખના મેફેડ્રોન ડ્રગ્સ મંગાવનારા પાલનપુરના શખ્સ સહિત બે શખ્સ સામે ગૂનો દાખલ

અમીરગઢ પોલીસની ટીમ ચેકપોસ્ટે વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન જોધપુરથી અમદાવાદ જતી રાજસ્થાન રોડવેજની બસ ને રોકવી તેમાં મુસાફરોની ઝીણવટભરી તપાસ કરતા એક મુસાફર પાસેથી નશીલા પદાર્થ એવા એમ ડી ડ્રગ્સ મળી આવતાં આરોપી અર્ષદખાન અનવર હુસેન રહે ચિત્તોડગઢ રાજસ્થાન વાળાની અટકાયત કરી મળી આવેલ એમ ડી ડ્રગ્સ 5:84 ગ્રામ કિંમત 58,40,000નો મુદ્દામાલ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટે પોલીસે રાજસ્થાન રોડવેઝની બસમાંથી રૂપિયા 58.40 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે ડ્રગ્સ મંગાવનારા પાલનપુરના શખ્સ સહિત બંને સામે ગૂનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન રાજસ્થાન રોડવેઝની બસ નં. આર. જે. 19. પી.સી. 3906માં તપાસ કરી હતી. જ્યાં ડ્રાઇવર સીટની પાછળની સીટમાં બેઠેલો રાજસ્થાનના ચિત્તોડગઢનો અરશદખાન અનવરહુસેન પઠાણની તલાસી લેતાં તેના ખિસ્સામાંથી રૂપિયા 58,40,000નું મેફેડ્રોન મળી આવ્યું હતુ. જેની પાસેથી રૂપિયા 5000નો મોબાઇલ ફોન, રૂપિયા 500 રોકડા મળી કુલ રૂપિયા 58,45,500નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. તેમજ ડ્રગ્સ મંગાવનારો પાલનપુરનો વિજયભાઇ અને જથ્થો આપનારા શખ્સ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ડ્રગ્સ મંગાવનારા પાલનપુરના શખ્સ સહિત બે શખ્સ સામે ગુનો

Related Articles