અજાણ્યો શખ્સ રાત્રે ગાડી મુકી નાસી ગયો; લાખણીના પેપળુ ગામે રોડની સાઈડમાં ઉભેલી સફેદ કલરની સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગાડી જીજે-૧૯-એએ-૫૭૦૬ નંબરની ગાડી રોડ પર બંધ હાલતમાં પડી હતી. કોઈ અજાણ્યો ઇસમ ગાડી છોડી નાસી ગયો હતો. જે ગાડી ની ભીલડી પોલિસ દ્વારા તલાશી કરતા ગાડીમાં થી વિદેશી દારૂની બોટલ તથા બિયર કુલ મળીને કુલ બોટલ 2777 કિંમત રૂ .520321. અને ગાડી કિંમત રૂ. પાંચ લાખ મળી ફૂલ મુદ્દામાલ રૂ.10.20.321.ના મુદ્દામાલ સાથે ભીલડી પોલિસ સ્ટેશને લાવી કબજે કરી હતી.
આ બાબતે પોલીસને જાણ થતાં ભીલડી પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથધરી હતી જોગણી માતાજીના મંદિર પાસે ઉભેલી સ્કોર્પિયો ગાડી તપાસતાં અંદર કોઈ ઇસમ હાજર ન હતો. ગાડીના દરવાજા ખોલી ચેક કરતાં ખાખી પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર મળી કુલ બોટલ નંગ 2777 મળી આવી હતી. ગાડી ચાલક રાત્રિનો અંધારાનો લાભ લઇ ભાગી ગયો હતો.