આર.આર.સેલ ની ટીમ ના સાયબર ક્રાઈમ ના દરોડા એ પર્દાફાશ કર્યો; વાવ થી 2 કી. મી.ના અંતરે આવેલા દિપાસરા ગામે છેલ્લા કેટલાય સમય થી કોઈ બહારના સ્ટેટના લોકો ભાડાનું વી.આઇ.પી મકાન રાખી તમામ સુવિધાઓ જેવી કે ટાવર એ.સી.લેબટોપ કોમ્યુટર સ્ટેપીલાઈઝર હેવી પાવર વીજળી પાણી જેવી સુવિધાઓ માં રહેતા હતા. પોતાના વી.આઇ.પી ફોન લેબટોપ કોમ્યુટર મારફત તેઓ આ આતર રાષ્ટીય વિસ્તારમાં વધુ પડતા વિદેશમાં કોલ થઈ રહ્યા હોવાની તેમજ લિંકો મારફત મોટા પાયે ફોર્ડ કરતા હોવાની માહિતી આર.આર.સેલની ટીમ ને મળતા ગતરોજ 30 જાન્યુ આરી ની મધ્યરાત્રે સાઇબર ક્રાઈમના દરોડા પાડતા 15 થી વધુ મહિલા પુરુષો તેમજ લેબટોપ કોમ્યુટર મોબાઈલ સહિત સાધન સામગ્રી મળી આવી હતી.જોકે આતર રાષ્ટીય સરહદી સીમા ઉપર કોલ સેન્ટર ઝડપાતા સમગ્ર વાવ શહેરમાં ચર્ચાનો વિષય બની ચુક્યો હતો. મોડી રાત થી બીજા દિવસે સાંજે 6 વાગ્યા સુધી મીડિયા કર્મીઓ એફ.આઇ.આર માટે રાહ જોઈ બેઠા રહ્યા હતા માત્ર રાહ જુઓ નો સઁદેશ મળ્યો હતો. એફ.આઇ આર.ની સચોટ વિગતો મળી શકી ન હતી.પરંતુ એક વાત સાબિત થઈ આવી હતી કે આ એક મોટું કોલસેન્ટર છે.જેના મારફત સાઈબરફોર્ડ ની ગેરકાનૂની પ્રવૃત્તિ ઓ ચાલી રહી હતી.
આ સાઇબર ક્રાઈમના પડેલા દરોડા બાદ અનેક પ્રશ્નો એ ચર્ચા જગાવી હતી.કે આઉટ ઓફ સ્ટેટ ના લોકો ને આ સર્ટિફાઇડ પ્રતિબંધિત વિસ્તારમાં કોણે સહારો આપ્યો? આટલું મોટું રેક્ટ થી સ્થાનિક પોલીસ અજાણ હશે? લાંબા સમય થી ચાલતા આ રેક્ટ ની કોઈ પૂછ પરછ નહિ કરાઇ હોય? આ રેક્ટ માં કોઈ લોકલ માણસ નો હાથ હશે ખરા?લાંબા સમય થી રહેતા આ મહિલા પુરુષો ને આ સ્થાનિક વિસ્તાર થી કોણે પરિચિત કર્યા? બહારના સ્ટેટના લોકોના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ની ચકાસણી કર્યા વિના ભાડે મકાન કેમ અપાયું? આ લોકો સાથે થયેલી ફોનની કોલ ડિટેલની ચકાસણી જરૂરી બની છે? જેવા અનેક ગંભીર સવાલો ચર્ચા જગાવે છે ત્યારે આ ગેર કાનૂની પ્રવૃત્તિ માં સામેલ લોકો ની તપાસ કરી તેમના વિરુદ્ધ એફ.આઇ.આર થવી જરૂરી બન્યું છે. ત્યારે આ મુદ્દે એસ.એમ.સી ના વડા અંગત રસ દાખવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.