પાટણ શહેરમાં બગવાડા પોલીસ ચોકી સમીપ આવેલ કરમસિહ કોમ્પલેક્ષમાં આવેલ આવકાર ગેસ્ટ હાઉસ ના ઓથા હેઠળ ચાલતા કુટણખાનાનો પાટણ એસઓજી પોલીસે ઓચિંતો છાપો માંરીને પદૉફાસ કરી ચાર રૂપલલના સાથે એક પુરુષ કસ્ટમરને ઝડપી હાજર નહિ મળી આવેલા ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓને જીલ્લામાં આવેલ ગેસ્ટ હાઉસોમાં ગેસ્ટ હાઉસોના ઓથા હેઠળ અનૈતિક દેહ વ્યાપારનો ધંધો ચાલતો હોવાનુ ધ્યાને આવેલ જે અનુસંધાને કડક અમલવારી કરવા આયોજન કરેલ હોઇ પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવી એસ.ઓ.જી.શાખા, પાટણ ની ટીમ હોટલોની ચેકીંગની કામગીરીમાં હતી તે દરમ્યાન પાટણ મેઇન બજાર બગવાડા ખાતે પોલીસ ચોકી સમીપ આવેલા કરમશી કોમ્પલેક્ષમાં આવેલ આવકાર નામથી ચાલતા ગેસ્ટ હાઉસમાં ગેસ્ટ હાઉસ ચલાવનાર દેહ વેપાર સારૂ બહારથી સ્ત્રીઓ લાવી ગ્રાહકો પાસેથી પૈસા મેળવી પોતાના ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરાવે છે.
જેની તપાસ કરતાં ગેસ્ટ હાઉસ કાઉન્ટર ઉપર બેસનાર સંજયભાઇ દેવરાજભાઇ ચૌધરી ઉ.વ.૩ર રહે, દુધારામપુરા તા.જી પાટણ મળી આવેલ. જેણે પુછતા તેણે જણાવેલ કે ગેસ્ટ હાઉસ ચલાવનાર ભાવેશભાઇ નાથાભાઈ ચૌધરી રહે.જાવસ્ત્રી તા.રાધનપુર જી. પાટણ વાળો દેહ વેપારનો ધંધો કરાવતો હોવાનું જણાવતાં ટીમે તપાસ કરતાં કુલ-૦૪ મહિલાઓ અનૈતિક વેપાર અર્થે લાવેલ હોવાનું તેમજ ૦૧ પુરુષ કસ્ટમર તરીકે મળી આવેલ હોઇ તેઓના વિરુધ્ધ અનૈતિક દેહ વેપાર અટકાવવાની અધિનિયમ ૧૯૫૬ની કલમ-૩,૪,૫,૭, તથા બી.એન.એસ.કલમ-૨૨૩ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ માટે આરોપીને મુદ્દામાલ સાથે એ ડીવી.પો.સ્ટે. સોપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે ગેસ્ટ હાઉસ ના સંચાલક ભાવેશભાઇ નાથાભાઈ ચૌધરી રહે.જાવસ્ત્રી તા.રાધનપુર જી. પાટણવાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ છે.