રાધનપુરના સાથલી ગામે એક મકાન ભાડે રાખી કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતા ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરતો નકલી ડોક્ટર પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલએ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા ઇ/ચા પો.ઇન્સ. એ.આર.પટેલ એસ.ઓ.જી.નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાની ટીમ રાધનપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, સાંથલી ગામે સિપાઇ વાસમાં અબ્દુલભાઇ કાસમભાઇ સિપાઇ રહે.સાંથલી વાળાનુ મકાન ભાડે રાખી ભીખુભાઇ આસમભાઇ સિંધી રહે રાધનપુર તા.રાધનપુરવાળો કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે.
જે હકીકત આધારે તપાસ કરતાં તે ઇસમ મળી આવેલ જે કોઇપણ જાતના મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા આમ બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ કિ.રૂ. 3124,41/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા રાધનપુર પોલીસ ને સોંપવામાં આવી હતી.