અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માંથી પોલીસે ચાઈનીઝ દોરીની ફીરકી એક દુકાનમાંથી ઝડપી પાડી છે જેમાં પોલીસે કુલ 8000 થી વધુ નો મુદ્દા માલ કબજે લઈ જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કર્યા બદલ દુકાન ધારાક ઉપર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે ઈકબાલગઢ મા પોલીસ તપાસ હાથ ધરે તો મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી ઝડપાઈ આવે તેમ છે.
બનાસકાંઠા મેજીસ્ટ્રેટ દ્વારા ઉતરાયણ નિમિત્તે ચાઈનીઝ તુક્કલ અને ચાઈનીઝ પ્લાસ્ટિક લાયલોન દોરીના વેચાણ કે ઉત્પાદન પ્રતિબંધ મૂકવા જાહેરનામું મૂકવામાં આવ્યું છે જે અન્વયે અમીરગઢ તાલુકાના વેપારી મથક ઈકબાલગઢમાં પોલીસને બાતમી મળેલી ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે જે બાતમી હકીકતના આધારે પોલીસે પંચો સાથે રાખી પંચાયત નજીક આવેલી મહાકાળી જનરલ સ્ટોર્સ મા તપાસ હાથ ધરી હતી જેમાં કટ્ટામાં પોલીસે ખોલી જોતા અંદરથી ચાઈનીઝ દોરીઓ ની 8 ફીરકીઓ મળી આવી હતી. જેથી પોલીસે કુલ મુદ્દા માલ કબજે દુકાનદાર ઉપર અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ઈકબાલગઢ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીઓ ઝડપાઈ આવે તેમ છે.