02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇન બોલ્યા " કેમ છો ??"

રાધનપુરમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇન બોલ્યા " કેમ છો ??"   14/11/2018

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના પ્રયાસોથી ગુજરાત ખાતેના બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇન બુધવારે રાધનપુરની મુલાકાતે આવ્યા હતા,જ્યાં તેમનું વિવિધ સંસ્થાઓ દવારા સન્માન કરાયા બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દવારા રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના પીવાના પાણી,બેરોજગારી,આરોગ્ય અને સિંચાઇના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા,જેના જવાબમાં  બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇન દવારા બ્રિટિશ સરકાર અને બ્રિટિશની વિવિધ કંપનીઓને આ બાબતે રજુઆત કરીને આ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
 
સર્વોદય આંખની હોસ્પિટલના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇનનું સાંતલપુરના મીઠાના અગરિયાઓ દવારા ઓર્ગેનિક મીઠું આપી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું,જયારે આ વિસ્તારની ભરતકામ કરતી બહેનો દ્વારા ભરતકામના આકર્ષક નમૂના આપીને સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સહયોગ એજ્યુકેશન ટ્રસ્ટ,એકતા ટ્રસ્ટ,મિલન ટ્રસ્ટ,  સદ્દભાવ ટ્રસ્ટ,સહારા ટ્રસ્ટ સહીત વિવિધ ટ્રસ્ટો અને સંસ્થાઓ દવારા સન્માન કરવામાં આવ્યું હતું.ઠાકોર સેનાના કાર્યકરો દવારા તલવાર આપી અને સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.
 
કાર્યક્રમના મંચ ઉપરથી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે રાધનપુર વિધાનસભા વિસ્તારના લોકો અનેક સમસ્યાઓથી પીડાય છે.આ વિસ્તારમાં શિક્ષણ,પીવાનું પાણી,રોજગારી,આરોગ્ય અને સિંચાઈ જેવા અનેક પ્રશ્નો છે,પરંતુ રાજ્ય સરકાર દવારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.હું વારંવાર જ્યોફ વેઇનને મળ્યો છું,અને આ વિસ્તારના પ્રશ્નોને લઈને માહિતગાર કરવા માટે અહીં લઈને આવ્યો છું.આ વિસ્તારની બહેનોની હાથ બનાવટની વિવિધ કળાઓને રજુ કરીને વિદેશોમાં તાના ઊંચા દામ મળે તેવા મારા પ્રયાસો છે.
જ્યોફ બોલ્યા કેમ છો ??
 
બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇન વક્તવ્ય આપવા ઉભા થયા ત્યારે પહેલા ગુજરાતીમાં કહ્યું હતું "કેમ છો ?" ત્યારબાદ આ વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે બ્રિટિશ સરકાર અને ત્યાંની કંપનીઓને રજુઆત કરવાની ખાતરી આપી હતી. જેથી આ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. 
તસ્વીર : રાધનપુરમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશ્નર જ્યોફ વેઇનનું સન્માન કરવામાં આવ્યું હતું. તસ્વીર : કમલ ચક્રવર્તી

Tags :