02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / લોકરક્ષક પરીક્ષા આપવા નીકળેલ માલપુરના મગોડી ગામનો યુવાન અકસ્માતમાં જીંદગીની પરીક્ષા હારી ગયો

લોકરક્ષક પરીક્ષા આપવા નીકળેલ માલપુરના મગોડી ગામનો યુવાન અકસ્માતમાં જીંદગીની પરીક્ષા હારી ગયો   07/01/2019

 
 
૨ જી ડિસેમ્બરે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. રાજ્ય પરીક્ષા ભરતી બોર્ડ દ્વારા આજે લોક રક્ષક દળની પરીક્ષા યોજાઈ હતી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર દૂર હોવાથી પરીક્ષા આપવા માટે એસટી બસ ની સુવિધાના અભાવે ખાનગી વાહનો અને બાઈક લઈ જીવન જોખમે મુસાફરી કરી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા વહેલી સવારથી મથામણ માં પડ્‌યા હતા અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામનો વિપુલ ખાંટ ડાહ્યાભાઈ ખાંટ નામનો યુવાન કપડવંજ પરીક્ષા કેન્દ્ર પર વહેલી સવારે બાઈક લઈને નીકળ્યો હતો બાયડના સરસોલી ગામ નજીક યુવકનું બાઈક અગમ્ય કારણોસર ઝાડ સાથે અથડાતા ઘટનાસ્થળે જ મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. અકસ્માતની ઘટનાની જાણ બાયડ પોલીસને થતા તાબડતોડ ઘટના સ્થળે પહોંચી મૃતક બાઇક ચાલકની લાશને પી.એમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 માલપુર તાલુકાના મગોડી ગામનો યુવાન વિપુલ ડાહ્યા ભાઈ ખાંટ લોક રક્ષક દળની પરીક્ષાનું કેન્દ્ર કપડવંજ હોવાથી વહેલી સવારે ઘરેથી પોલીસે બનાવના સ્વપ્ન સાથે બાઈક લઈ નીકળ્યો હતો યુવાન અને યુવાનના પરિવારજનો માટે લોક રક્ષક દળની પરીક્ષા “ ન જાણ્યું જાનકીનું થશે” યુક્તિ સાર્થક થતી હોય તેમ બાયડના સરસોલી નજીક બાઈક રોડ સાઈડ પર રહેલા ઝાડ સાથે ભટકાતા બાઈક ચાલક યુવાન વિપુલનું ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી જતા ચકચાર મચી હતી. લોક રક્ષક દળ ની પરીક્ષા આપવા નીકળેલ યુવાનનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારજનો અને સગા-સબંધીઓ ના ટોળેટોળા ઉમટ્યા હતા અને આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી લોકરક્ષક દળની પરીક્ષા આપે તે પહેલા યુવાન જિંદગીનો જંગ હારી જતા માલપુર પંથક સહીત સમગ્ર અરવલ્લી જીલ્લામાં શોકની લાગણી ફેલાઈ હતી.

Tags :