બાવન વાંટા રાજપૂત સમાજનો પ્રથમ સમૂહલગ્ન યોજાયો

ઉત્તર ગુજરાતમાં વસતા શ્રી બાવન વાંટા રાજપૂત સમાજ દ્વારા અખાત્રીજે પ્રથમવાર સમૂહલગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. છે. જેમાં 25 નવ યુગલો પ્રભુતામાં પગલાં પાડયા હતા.
 
ઉત્તર ગુજરાતમાં વસતા શ્રી બાવન વાંટા રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવનો એ સોસીયલ મીડિયાનો સદઉપયોગ કરી વર્ષોથી સમાજ જે સમૂહલગ્ન માટે વિચારી રહ્યો હતો. તેના માટે અભિયાન હાથ ધર્યું અને માત્ર બે માસ ના ટૂંકા ગાળામાં જ આ અભિયાન ને સફળ બનાવી અખાત્રીજ અને મંગળવારે સમૂહલગ્નનું સફળ આયોજન કર્યું હતું. જેમાં પ્રથમ સમૂહલગ્ન માં 25 જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ પાવન પ્રસંગનું ગુજરાત જીઆઇડીસી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં શંકરતીર્થ આશ્રમ સાણંદ ના સંત શ્રી પરમ પૂજ્ય આનંદમૂર્તિ મહારાજ અને પરમ પૂજ્ય સંત શ્રી પરથીરામ મહારાજ (કોટડી)એ આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, અખિલ ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહીલ, જાણીતા સાહિત્યકાર કિશોરસિંહ સોલંકી, ક્ષત્રિય અનામત આંદોલન ના પ્રણેતા સંજયસિંહ રાઠોડ, ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી કિરપાલસિંહ ચાવડા, સહિત ગુજરાત ભરમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવ યુગલ ને આશીર્વાદ આપ્યા હતા. તો સમૂહલગ્ન માટે ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું પણ સમાન કારવામાં આવ્યું હતું. સમૂહલગ્ન ને સફળ બનાવવા રાજપૂત સહાયક કેરવણી મંડળ ના પ્રમુખ એલ.એ.રાઠોડ, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ એન.ડી.પરમાર ની સાથે સમાજ ના અગ્રણીઓ રૂપસિંહ ચૌહાણ, ભીખુસિંહ પરમાર, પ્રવિણસિંહ સોલંકી, ભરતસિંહ સોલંકી, દશરથસિંહ સોલંકી, ડો. રતુજી રાણા, અજીતસિંહ હડિયોલ, દિલીપસિંહ સોલંકી જવાનસિંહ રાઠોડ સહિત અગ્રીઓ અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.