પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે તેજસ્વી તારલાઓનું અભિવાદન

પાટણ : પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે કાઉન્સિલના સભ્યના ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન તથા સમાજને ઉપયોગી એવા તેજસ્વી તારલાઓનું એક અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો.આ પ્રસંગે કાઉન્સિલના સભ્યોના બાળકો કે જેઓ આજે ઉચ્ચ સ્થાન પર રહી સમાજની સેવા કરી રહ્યા છે. પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા ડોક્ટરો, વહીવટી ઉચ્ચ અધિકારીઓ, તથા અનેક ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહેલ એવા તેજસ્વી તારલાઓ નું સંસ્થા દ્વારા ચાંદીના મેડલ તથા સાલ ઓઢાડી સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા સન્માનનીય કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખાસ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય . મન ડોરી  તથા પાટણના જાણીતા એવા દેવદત્ત ભાઈ જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે  નારણભાઈ ઠક્કર જલારામ મંદિર ટ્રસ્ટી તથા નટુભાઈ મહેતા બેરા મૂંગા શાળા ના વહીવટદાર ખાસ ઉપસ્થિત રહી આ તમામ તેજસ્વી તારલાઓનું ચાંદીના મેડલ તથા સાલો ઓઢાળી સન્માનીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે તેજસ્વી તારલાઓ એ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ સંસ્થાને સાલ તથા ચાંદીના મેડલ ભેટ કરનાર શ્રી તરુણ ચંદ્ર પી. સોલંકી નું, સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા આજના ભોજન ના યજમાન મણિયાર આશાબેન કાનજીભાઈ નું પણ સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની સુંદર શરૂઆત નિલેશભાઈ પરી દ્વારા પ્રાર્થના કરીને કરવામાં આવી હતી તથા સર્વ મહેમાનો નું સ્વાગત પ્રમુખ શંકરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સુંદર સંચાલન સંસ્થાના મંત્રી એવા રમણલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ ઉષાબેન ભુજઆભાર વિધિ ઉષાબેન બુચ દ્વારા કરવામાં આવી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.