02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / અંબાજીમાં દર્શનાર્થે આવેલા વડોદરાના ટ્યૂશન કલાસ સંચાલક દંપતી સહીત વિદ્યાર્થિની લાપતા

અંબાજીમાં દર્શનાર્થે આવેલા વડોદરાના ટ્યૂશન કલાસ સંચાલક દંપતી સહીત વિદ્યાર્થિની લાપતા   04/06/2019

વડોદરા નજીક બિલ ગામમાં રહેતા યુવા પાડોશી દંપતી સાથે 17 વર્ષીય કિશોરી અંબાજી દર્શન કરવા ગયા બાદ ત્રણેય લાપતાં બનતાં પરિવાર ચિંતીત બન્યો છે. ત્રણેયને શોધવા માટે પરિવારે પોલીસની મદદ માગતા પોલીસે શોધખોળ આદરી હતી. ત્રણેય અંબાજી પહોંચી ગયા હોવાનો ફોન કર્યા બાદ લાપતા થયા હતા.
વડોદરાના બિલ ગામમાં રહેતા સંગીતાબેન ઉમેશભાઇ પટેલે માંજલપુર પોલીસને જણાવ્યું હતું કે તેમનો પુત્ર કશ્યપ પટેલ તથા તેની પત્ની કવિતા પટેલ અને પાડોશમાં રહેતી વિદીશા રોય ત્રણેય જણા ગત 29મેના રોજ ઘેરથી અંબાજી જવાનું કહીને નિકળ્યા હતા. બીજા દિવસે બપોરે 2.30 વાગે તેમનો ફોન પણ આવ્યો હતો અને તેઓ અંબાજી પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે તેઓ આજ દિન સુધી પરત આવ્યા નથી. ત્રણેયના ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે.તેમણે જણાવ્યું હતું કે કશ્યપ અને કવિતા ટયુશન ક્લાસ ચલાવે છે અને 1લી તારીખથી તેમના ટયુશન ક્લાસ પણ ચાલું થવાના હતા. તેમની પાડોશી વિદીશાએ 12માં ધોરણની પરીક્ષા આપી છે અને વિદીશા અવાર નવાર તેમની સાથે બહારગામ પણ જતી હતી.માંજલપુર પોલીસની પીઆઇ ઝેડ.એમ.સિંધીએ જણાવ્યું હતું કે યુવા દંપતી અને પાડોશી કિશોરી અંબાજી ગયા બાદ ગુમ થયા છે જેથી પોલીસે ફરિયાદના આધારે શોધખોળ શરુ કરી છે.
અંબાજી પહોંચ્યા બાદ અઢી વાગ્યાના અરસામાં કશ્યપે એટીએમમાંથી 5 હજાર ઉપાડયા. પૈસા ઉપાડયા પછી એણે પરિવારને ફોન કર્યા બાદ ત્રણેય જણા રહસ્યમય રીતે ગુમ થઇ ગયા.કશ્યપ, કવિતા અને વિદીશા અંબાજીથી પરત ના ફરતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો અને પરિવારના સભ્યો અંબાજી પહોંચ્યા હતા. તેમણે ત્રણેયના ફોટા બતાવીને અંબાજીમાં આવેલ દરેક હોટેલ તથા ગેસ્ટ હાઉસમાં તપાસ કરી હતી પણ તેમનો પતો મળી શકયો ન હતો.

Tags :