મહિલા બુટલેગર પોલીસ સ્ટેશનથી ફરારઃ ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં મારામારી તેમજ દારૂના કેસમાં સંડોવાયેલી એક આરોપી મહિલા ગઇ કાલે મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ગંભીર ઘટનામાં ઝોન-પના ડીસીપી હિમકરસિંહે એક આસિ. સબ ઇન્સ્પેકટર, બે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. બાપુનગર પોલીસે ચારેય પોલીસ કર્મચારીઓ સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કર્યો છે.
 
એચ ડિવિઝનના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું છે કે, બાપુનગરની માથાભારે સિતારા નામની મહિલા બુટલેગર મારામારી તેમજ પ્રોહીબિશનના કેસમાં વોન્ટેડ હતી.
 
બાપુનગર પોલીસે ગઇ કાલે તેની ધરપકડ કરી હતી. મોડી રાત્રે સિતારા એએસઆઇ સહિત ચાર પોલીસ કર્મચારીઓને ચકમો આપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ડીસીપીને થતાં તેમણે તમામ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.