ધાનેરા તાલુકાનાં ભાટીબ ગામના દૂધ ડેરીના મંત્રી રૂ.27 લાખ લઈ જતા હતા તે દરમ્યાન અચાનક ફાયરિંગ થતાં મંત્રીએ અંતરિયાળ રસ્તામાં ગાડી ઘુસાડતા લૂંટ થતી બચી ગયી હતી. લૂંટ કરવા આવેલા શખ્સો લૂંટને અંજામ આપ્યા વિના ફરાર થયી ગયા હતાં. ધાનેરા પોલીસને મંત્રી અને સ્થાનિક લોકોએ જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.