02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / અરવલ્લી એલ.સી.બી. ૫ોલીસે શામળાજી નજીક કારમાંથી ૯૬ હજારનો દારૂ ઝડપ્યો

અરવલ્લી એલ.સી.બી. ૫ોલીસે શામળાજી નજીક કારમાંથી ૯૬ હજારનો દારૂ ઝડપ્યો   11/03/2019

 
 
 
 
 
                       શામળાજી નજીક આવેલી રાજસ્થાનને અડીને આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી રાજ્યના અને પરપ્રાંતીય બુટલેગરો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી દારૂબંધીના લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે બાતમી મળતા  શામળાજી આશ્રમ ચોકડી નજીકથી પસાર થતી ટાટા એરેના કારમાંથી ૯૬ હજારના વિદેશી દારૂ સાથે અમદાવાદ મોઢેરાના સંદીપ રાજુભાઈ ખાતરી નામના શખ્શને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.  હોળી-ધુળેટીના તહેવારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને જીલ્લા એલસીબી પોલીસેશામળાજી નજીક સઘન પેટ્રોલિંગ હાથધરાતા બાતમીના આધારે શામળાજી-ટીંટોઈ રોડ પર આશ્રમ ચોકડી નજીકથી પસાર થતી ટાટા એરેના કારને અટકાવી તલાસી લેતા કારના પાછળના ભાગે સંતાડેલો વિદેશી દારૂની બોટલ નંગ-૨૪૦ કીં.રૂ.૯૬૦૦૦/- જપ્ત કરી કાર ચાલક સંદીપ રાજુભાઈ ખત્રી (રહે, પાશ્વનાથ એટલાન્ટિસ ફ્‌લેટ,પામ-સી ફ્‌લેટ નં-૨૦૪, મોઢેરા ચાંદખેડા) ને ઝડપી પાડી કારની કીં.રૂ. ૨૦૦૦૦૦/- તથા મોબ.નં-૧ કીં.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૨૯૬૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર અમદાવાદ હીરાવાડી, બાપુનગર પાસે ફ્‌લેટમાં રહેતા પટેલ નામના બુટલેગર અને કારમાં વિદેશી દારૂ ભરી આપનાર વિછીવાડા (રાજ) ના લુકા નામના શખ્શ સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી આગળની તપાસ હાથધરી હતી.

Tags :