વિદેશી દારૂ સાથે આવી રહેલા ઢીમાના બે પૈકી એક ઝડપાયો

થરાદ પોલીસમથકના કર્મચારીઓ ઉમાજી તથા રમેશભાઇ અને વસનાભાઇ સહિત પેટ્રોલીંગ દરમ્યાન રાંણેસરી ગામની સીમમાં આવતાં ખાનગી બાતમી મળી હતી.આથી ગામના બસસ્ટેશન પર વાચ ગોઠવી નાકાબંધી કરી હતી.દરમ્યાન બાતમી વાળી કારનંબર ય્ત્ન૦૭ છઇ ૫૭૮૬ આવતાં તેને ઉભી રખાવવા ઇશારો કરતાં ચાલકે ચાલકે કાચા નેળીયામાં ભગાવી હતી અને આગળ જઇ ગાડી મુકી ભાગવા જતાં દિનેશભાઇ શંકરભાઇ રાજપુત રહે.ઢીમા તા.વાવ પકડાઇ જવા પામ્યો હતો.જ્યારે ચાલક મનસુખભાઇ અદાભાઇ દરજી રહે.ઢીમા નાસી છુટ્યો હતો.પોલીસે કારમાં રહેલી છ પેટીમાંથી રૂપીયા ૧૨૩૦૦ની કિંમતનો ૧૨૩ બોટલ વિદેશી દારુનો જથ્થો કબજે લીધો હતો. તેમજ એક લાખની કાર અને પાંચ હજારનો એક મોબાઇલ અને ૧૫૦ રોકડ સાથે ૧૧૭૪૫૦ના મુદ્દામાલની અટકાયત કરી બંન્નેની સામે પ્રોહીબેશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.