ડીસા તા.પં. સંકુલમાં દુકાનો ધરાવતા સખી મંડળોને તંત્રની કડક નોટીસો

બનાસકાંઠાના ડીસા ખાતે તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આઈ.આર.ડી. શાખાના બિલ્ડીંગની બાજુમાં મિશન મંગલમ્? અંતર્ગત કેટલાક સખી મંડળોને સ્વરોજગારી માટે ઝેરોક્ષ, પાર્લર તેમજ ચા ની કેન્ટીનો બનાવવા માટે જગ્યા ફાયવાઈ છે.જોકે કેટલાક સખી મંડળોએ સરકાર પાસેથી મેળવેલી જગ્યા પેટા ભાડુયાતોને પધરાવી દીધી હોવાની ફરિયાદો ઉઠતા આ કેન્ટીનોને દુર કરી દેવા ડીસાના તાલુકા વિકાસ અધિકારી પંકજસીંહ મહીડાએ કબ્જેદારોને લેખીત નોટીસી ફટકારી દીધી છે. ડીસા તાલુકા સિવાયના લોકોએ પણ સખી મંડળોના નામે જગ્યા મેળવી બાદમાં કેટલાક સખી મંડળો આ જગ્યા પેટા ભાડુઆતોને ભાડે પધરાવી દઈ ભાડુ રળી રહ્યા છે. જયારે સાચા સખી મંડળોને અન્યાય થઈ રહ્યો છે.આવી ફરિયાદોને પગલે ગત ૩૧ મી ડિસેમ્બરે મળેલી ડીસા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આ મામલો ચગ્યા બાદ તાલુકા વિકાસ અધિકારી પંકજસિંહ મહિડાએ સખી મંડળોના લીડર તેમજ ઉપલીડરોને નોટીસો ફટકારી તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં મુકાયેલા  ઝેરોક્ષ, પાર્લર તેમજ નાસ્તાના કેન્ટીન મિશન મંગલમ્? યોજના હેઠળ કયા હેતુ માટે કેટલી જગ્યા ફાળવવામાં આવેલ છે તેની  જરૂરીયાતના આધાર પુરાવા સાથે તાલુકા પંચાયત કચેરીમાં દસ્તાવેજ રજુ કરવા તાકીદ કરી છે. જો કે કેટલાક સખી મંડળો પાસે સાચા આધાર પુરાવા ન હોય તેને હટાવી લેવાની તાકીદ પણ ટીડીઓએ કરી હોવાનું જાણવા મળ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.